ઉમરેઠ રોડ નજીક પૈસાની બાબતે સાળાની હત્યા કરી મોતનેઘાટ ઉતારનાર બનેવીના બે વાહન જપ્ત
આણંદ: જિલ્લાના ઉમરેઠ રોડ પર આવેલ ભરોડા ગામે રહેતા એક યુવાનની હત્યાને સગા બનેવીએ પૈસાની લેતીદેતીમાં સાળાનું માથું ધારીયા ઉડાવી દીધુ હતું. ધડ અને માથાને મોબાઈલ અને ધારીયા સાથે નહેરમાં નાંખી દેવાઈ હતી.જેમાં સામરખા ચોકડી પાસેથી ૨૪ વર્ષીય યુવકનો માથુ કપાયેલી હાલતમાં મૃતદેહ રાવળાપુરા નહેર નજીકથી મળી આવ્યો હતો.
આ ઘટનામાં બનેવીને ઝડપી રિમાન્ડમાં લેતા પોલીસની લાક્ષણિક પુછપરછમાં તેણે આ ધડ, મોબાઈલ, ધારીયું અજુપુરા નહેરમાં નાંખી દીધા હોવાથી પોલીસે તપાસનો દોર શરુ કર્યો હતો. જેમાં એક દિવસ અગાઉ પોલીસને ધારીયું અને માથું મળી આવ્યા હતા. પરંતુ મોબાઈલ મળી આવ્યો ન હતો.
આ ઈસમના ત્રણ દિવસના રિમાન્ડના પ્રથમ દિવસે આ ઈસમે સસરા દ્વારા જમીન વેચી આપવામાં આવેલ રકમમાંથી દોઢ લાખનું બુલેટ બાઈક ખરીદ્યું હોવાની તથા ૫૦,૦૦૦ની રકમ અંગત ખર્ચમાં વાપરી હોવાની હકીકતો ઉજાગર થવા પામી હતી.આ બુલેટ અને તેના એક્ટિવાને પોલીસે કબ્જે લીધું હતું.જ્યારે મરણજનારના પરીવારના જવાબો લઈ લેતા તેના પરીવારમાં યુવાનને કમાટીભરી રીતે મોતને ઘાટ ઉતારનાર બનેવી સામે કડક કાર્યવાહી અને સજા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.નહેરમાં નાંખવામાં આવેલ મોબાઈલ માટે સ્થાનિક તરવૈયા અને ફાયરફાઈટરોેએ બે દિસવ સુધી શોધખોળ કરતા પણ મળી ન આવ્યો હોવાની માહિતી પ્રાપ્ય બની છે.