ગુજરાત
News of Wednesday, 14th February 2018

અમદાવાદમાં હિટ અેન્‍ડ રનમાં અેકનું મોતઃ આરોપીની શોધખોળ

અમદાવાદઃ અમદાવાદમાં હિટ અેન્‍ડ રનની ઘટનામાં અેક વ્‍યક્તિનું મોત થતા ભારે અરેરાટી વ્‍યાપી છે.

પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદના પ્રેરણાતીર્થ દેરાસર રોડ ઉપર આનંદ નગર પાસે આવેલ પ્રેરણાતીર્થ દેરાસર પાસેના રોડ પર સુરેશ ઠાકોર નામના આધેડ રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. સુરેશ ઠાકોર સલામતીથી રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે ત્યાં અચાનક એક ફુલ સ્પીડમાં જતી ઈનોવા કાર આવી ચઢી હતી. કારે સુરેશ ઠાકોરની ટક્કર મારી હતી, અને તરત નીકળી ગઈ હતી. સુરેશ ઠાકોરને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. કારચાલક વિરુદ્ધ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

(5:57 pm IST)