ગુજરાત
News of Wednesday, 13th January 2021

લવ જેહાદ અને ધર્માતરણની પ્રવૃત્તિ રોકવા કાયદો બનાવવા રાજપૂત કરણી સેનાનું નર્મદા કલેક્ટરને આવેદન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપૂત કરણી સેના દ્વારા મુખ્ય મંત્રીને સંભોધતુ અવેદન આજે નર્મદા જિલ્લા કલેક્ટરને આપ્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ રાજપૂત કરણી સેના સમગ્ર દેશમાં રાષ્ટ્રવાદ અને હિન્દુ ધર્મના રક્ષણનું કાર્ય કરી રહી છે.ગુજરાતમાં તાજેતરમાં લવ જેહાદના તેમજ ધર્માતરણના કિસ્સાઓમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે.જેમાં કેટલાક દેશ વિરોધી અને અસામાજિક તત્વો સમાજની સંવાદિતતા જોખમાય તેવી જોખમી પ્રવૃત્તિઓ આચરી રહ્યા છે.હિન્દુ ધર્મની માસૂમ બાળાઓને વિધર્મી લોકો ષડયંત્રના ભાગરૂપે લલચાવી ફોસલાવીને ભગાડી રહ્યા છે ત્યારે આ પ્રકારની પ્રવૃત્તિઓ પર અંકુશ મુકવા ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની જેમ ગુજરાતમાં પણ લવ જેહાદ અને ધર્માતરણના વિષયોને લઈને એક અસરકારક કાયદો તાત્કાલિક બનાવવામાં આવે તેવી અમારી સ્પષ્ટ માંગ છે.
સાથે સાથે અમારી આ માંગણીની નોંધ લઈને ગુજરાત સરકાર તાત્કાલિક ધોરણે કાયદાકિય પ્રક્રિયા હાથ ધરે અન્યથા અમારે ગુજરાતમાં જન જન સુધી અમારી લાગણી પહોંચાડવા આંદોલનાત્મક પગલાં લેવાની ફરજ પડશે જેની નોંધ લેશો ની ચીમકી પણ આવેદનપત્રમાં ઉચ્ચારી છે.આજના આવેદનપત્રમાં રાજપૂત કરણી સેના દક્ષિણ ગુજરાતના પ્રભારી સુરેન્દ્રસિંહ રાજ,નર્મદા જિલ્લાના અધ્યક્ષ કુલદીપસિંહ ગોહિલ,અક્ષયભાઈ રાવલજી સહિતનાઓ હાજર રહ્યા હતા.

(12:19 am IST)