ગુજરાત
News of Wednesday, 13th January 2021

ટાઇગર ગ્રૂપ,નર્મદાના કાર્યકર્તાએ પિતાના જન્મ દિવસની ઉજવણી નાંદોદના 2 અંતરિયાળ ગામના લોકોને ગરમ વસ્ત્રો આપી કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ પડી રહેલી ઠંડીમાં રક્ષણ મેળવવા નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામના જરૂરીયાતમંદ લોકો માટે ગરમ વસ્ત્રો લેવા મુશ્કેલ હોય નર્મદા ટાઇગર ગ્રુપ ના સદસ્યએ પિતાના જન્મ દિવસની ઉજવણી નાંદોદ તાલુકાના 2 એવા ગામના લોકો સાથે કરી કે જ્યાં આવવા જવા માટે રસ્તો કે પુલ પણ ન હોવાથી ત્યાંના લોકો નાવડીમા બેસીને આવતા જતા હોય છે તેમજ ત્યાં રોજગારની પણ કોઈ વ્યવસ્થા નથી માટે ગ્રામજનો મુખ્યત્વે માછલીના આહાર પર જીવન ગુજારે છે.

માટે ટાઇગર ગ્રુપ નર્મદા આવા અંતરિયાળ ગામોમા ફરીને ત્યાંના લોકોને થઇ શકે તેટલી મદદ માટે આગળ આવે છે જેમાં આજરોજ નાંદોદ તાલુકના અંતરિયાળ એવા સાહદ અને દાભેરી ગામમાં ટાઇગર ગ્રુપના ઉપપ્રમુખ છોટુભાઈ વસાવાએ મુલાકાત લીધી અને ટાઇગર ગ્રુપ સાથેજ સંકળાયેલા નિરજભાઈ પટેલના પિતાનો જન્મ દિવસ હોય નિરજભાઈ પટેલે સેવા માટે જણાવતા ટાઇગર ગ્રુપ નર્મદાના ઉપ પ્રમુખ છોટુભાઈ વસાવા અને નિરજભાઈ પટેલ તેમના મિત્રો સાથે અંતરિયાળ આ બે ગામના યુવાનો માટે સ્વેટર અને મહિલાઓ માટે બ્લેન્કેટ તથા બાળકો માટે બિસ્કિટનું વિતરણ કરી પિતાની વર્ષગાંઠની અલગ રીતે ઉજવણી કરી આ જરૂરીયાતમંદ લોકોને ગરમ વસ્ત્રો આપી માનવતાના દર્શન કરાવ્યા હતા.

(12:16 am IST)