ગુજરાત
News of Wednesday, 13th January 2021

રાજપીપળા વોર્ડ નં.૪ માં મુખ્ય માર્ગ ઉપર પાણીની મુખ્ય લાઈનમાં લીકેજથી રાહદારીઓ અને રહીશો હેરાન

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા નગર પાલિકાના ખોખલા વહીવટ ઉપર અનેક સવાલો ઉભા થયા છે જેમાં પાણી,સફાઈ સહિતની પાયાની સુવિધાઓ આપવામાં પાલિકા તંત્ર તદ્દન નિષ્ફળ ગયું હોવાની વારંવાર બુમો ઉઠે છે ત્યારે નગરપાલિકાના આવા વહીવટથી પ્રજામાં ભારે રોષ જોવા મળ્યો છે.

 રાજપીપળા ના ભાટવાડા વિસ્તારમાં સામ્રાજ્ય કોમ્પલેક્ષ પાસે મુખ્ય માર્ગ ઉપર પાણીની લાઈનમાં ભંગાણ હોવાથી પાણી  રોડ ઉપર વહ્યા કરે છે ત્યાં પાસેજ ગટર પણ ખરાબ હાલત માં છે આજ વિસ્તારમાં પાણીની લાઈનનો વાલ્વ પણ લીકેજ હોય આ લીકેજના કારણે રસ્તા ઉપર ભુવા પડી જાય છે અને તેમાં પાણી ભરાઈ રહેતા મચ્છરોનો ઉપદ્રવ થાય છે સાથે સાથે વાહન ચાલકોને પણ તકલીફ ઊભી થાય છે ઉપરાંત આસપાસના દુકાનો અને મકાનોમાં પાણીના છાંટા ઉડતા ક્યારે મગજમારી પણ થાય છે માટે આ વિસ્તારમાં સત્વરે પાલિકા દ્વારા પાણીની લીકેજ લાઈન રીપેર થાય અને માર્ગ પરના ભુવાની મરામત કરાઈ તેવી સ્થાનિકોની માંગ છે.

(12:12 am IST)