ગુજરાત
News of Wednesday, 13th January 2021

રાજપીપળા સફેદ ટાવર પાસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વેપારી વિરુધ ગુનો નોંધાતા ફફડાટ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા પોલીસ જાહેરનામા બાબતે ચેકીંગમાં હતી એ સમયે રાજપીપળાના સફેદ ટાવર પાસે પતંગનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં ચેકીંગ કરતી હતી એ સમયે સફેદ ટાવર પાસે વેચાણ કરતા એક વેપારી ત્યાં તપાસ કરતા ચાઈનીઝ બનાવટ ની દોરી મળી આવતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

 પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા સફેદ ટાવર પસાર દોરાનો ધંધો કરતા આફતાબ ઝાહીદ હુસેન શેખ,( રહે,કસબાવાડ શાક માર્કેટ,રાજપીપળા) એ પતંગ માટેની  પ્લાસ્ટિકની ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા હોય પોલીસ ચેકીંગ દરમિયાન તેમની દુકાનેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી મળી આવતા રાજપીપળાપોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી મુદામાલ ઝડપી આ વેપારી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરતા અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

(12:10 am IST)