ગુજરાત
News of Wednesday, 13th January 2021

રાજપીપળા સહિત નાંદોદ પુરવઠા દુકાનદારોના અનાજ અને કુપન કમિશનના નાણાં જમા ન થતા નારાજગી

લાખો રૂપિયા નું કમિશન મહિનાઓ થી ન મળતા ફક્ત કમિશન પર જ ગાડું ગબડાવતા દુકાનદારોમાં રોષ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં રેશનકાર્ડ પર અનાજ લેતા ગ્રાહકોને પોતાના હકનું અનાજ તો મળતું હોય છે પરંતુ અનાજ અપાતા પુરવઠા દુકાનદારોને સરકારમાંથી કમિશન મળે છે જેમાં ઘણા વર્ષોથી ઓનલાઇન થયા બાદ દુકાનદારોનું કમિશન પરજ ગાડું ગબડતું હોય પરંતુ એ પણ સમયસર ન મળે તો હાલની કારમી મોંઘવારી અને પરમીટના એડવાન્સ રૂપિયા ભરવા પડતા હોય ત્યારે  એ બાબતે મોટી તકલીફ ઊભી થતી હોય છે.

જેમાં આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ રાજપીપળા તેમજ નાંદોદ તાલુકાના કેટલાક દૂકનાદારો ને ઘણા સમય થી અનાજ અને કુપન નું કમિશન મળ્યું નથી તો ઉપર લેવલ થી આવી લાલીયાવાડી કેમ..?શુ જેમના કમિશન જમા નથી થયા તે દૂકનાદારો ને મહિનાઓ મોડું થતા સરકાર વ્યાજ સાથે કમિશન ના નાણાં ચૂકવશે..?કે નવા મહિના ની પરમીટ માંથી નાણાં બાદ કરી આપશે..?સમગ્ર દેશ માં પુરવઠા સિસ્ટમ ઓનલાઇન થયા બાદ આવી ભૂલો વારંવાર થતી હોય તો તે માટે જવાબદાર કોણ..?આવા અનેક પ્રશ્નો હાલ નર્મદા જિલ્લામાં ચર્ચાઈ રહ્યા છે.
 આ બાબતે નિગમના મામલતદાર સુરેશભાઈ વસાવા સાથે ટેલિફોનિક વાત કરતા જાણવા મળ્યું કે અમુક બે ત્રણ દુકાનદારો ના કમિશન બાકી છે એ માટે ઉપર જાણ કરી છે.ટૂંક સમયમાં જમા થઈ જશે.

(12:02 am IST)