ગુજરાત
News of Wednesday, 13th January 2021

રાજ્યમાં કોરોના થાક્યો : વધુ 792 દર્દીઓ સ્વસ્થ થયા: નવા 583 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 4 લોકોના મોત :મૃત્યુઆંક 4354 થયો : કુલ 2,42,164 લોકોએ કોરોનાને હરાવ્યો

રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 116 કેસ, સુરતમાં 98 કેસ,વડોદરામાં 107 કેસ, રાજકોટમાં 84 કેસ, જામનગરમાં 17 કેસ,ગાંધીનગર, જૂનાગઢ અને આણંદમાં 16-16 કેસ,કચ્છ અને મહેસાણામાં 12-12 કેસઅમરેલીમાં 10 કેસ નોંધાયા : હાલમાં રાજ્યમાં 7226 એક્ટિવ કેસ: જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે  આજે રાજ્યમાં 583 નવા કેસ નોંધાય છે જયારે આજે વધુ 792 દર્દીઓ રિકવર થયા છે  છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા 1000થી ઓછી  થઇ રહી  છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 583 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 792 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 2,42,164 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં વધુ 4 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4354 થયો છે  રાજ્યમાં રિકવરી રેટ 95,44 થયો છે

  રાજ્યમાં હાલ 7226 એક્ટિવ કેસ છે. જેમાંથી 56 દર્દીઓ વેન્ટિલેટર પર છે  જયારે 7170 દીઓ સ્ટેબલ છે,

  રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2,પંચમહાલમાં 1 અને સુરત કોર્પોરેશનમાં 1 મળીને કુલ 4 લોકોના કોરોનાથી મોત થયા છે 

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 583 પોઝિટિવ  કેસમાં રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 116 કેસ, સુરતમાં 98 કેસ,વડોદરામાં 107 કેસ, રાજકોટમાં 84 કેસ, જામનગરમાં 17 કેસ,ગાંધીનગર, જૂનાગઢ  અને આણંદમાં 16-16 કેસ,કચ્છ અને મહેસાણામાં 12-12 કેસઅમરેલીમાં 10 કેસ, નોંધાયા છે

(8:12 pm IST)