ગુજરાત
News of Wednesday, 13th January 2021

વડોદરામાં લકઝરી બસના ચાલકે સાઈડ ન આપતા ઉશ્કેરાયેલ બાઈક ચાલકે અડધો કલાક સુધી બસને રોકી હોબાળો મચાવતા પોલીસ ફરિયાદ

વડોદરા:હોર્ન મારવા છતાય લક્ઝરી બસના ચાલકે સાઇડ નહી આપતા ઉશ્કેરાયેલા બાઇકચાલકે  પોતાની બાઇક બસની આગળ ઉભી કરી દીધી હતી.અને અડધો કલાક સુધી બસને આગળ જવા દીધી નહતી.છેવટે બસ ચાલકે પોલીસને બોલાવી નશેબાજ બાઇકચાલકને પકડાવી દીધો હતો.

વારસિયા રીંગરોડ પર પુજા પાર્ક પાસેના સાંઇગંગા એપાર્ટમેન્ટમાં રહેતો અજય સજ્જનસિંહ ચૌધરી ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે.અને તેની ઓફિસ  ગોલ્ડન ચોકડી પાસે છે.ગતરાતે સાડા અગિયાર વાગ્યે અજય બાઇક લઇને  સરદાર એસ્ટેટથી ઘરે જઇ રહ્યો હતો.તે દરમિયાન આગળ જતી લક્ઝરી બસનો ઓવરટેક કરવા માટે તે સતત હોર્ન વગાડતો હતો.પરંતુ,બસ ચાલક સાઇડ આપતો નહતો.જેથી,ઉશ્કેરાયેલા બાઇક ચાલકે સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે બસને ઓવરટેક કરીને પોતાની બાઇક બસની આગળ ઉભી કરી દીધી હતી.લગભગ અડધો કલાસ સુધી અજયે પોતાની બાઇક હટાવી નહતી.અને બસને આગળ જવા દીધી નહતી.

(5:34 pm IST)