ગુજરાત
News of Wednesday, 13th January 2021

વડોદરાના આજવા રોડ નજીક એક જ મકાન બે શખ્સોને વેચી છેતરપિંડી આચરનાર ચાર બિલ્ડરો વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા:આજવા રોડ પર આવેલી સૃષ્ટિ ડુપલેક્ષ ના બિલ્ડરોએ એક જ મકાન બે વ્યક્તિઓને વેચી 38.20 લાખની છેતરપિંડી આચરતા પ્રધ્યાપક એ બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર બિલ્ડરો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ પાટણ ના રહેવાસી દેવાંગભાઈ ઠાકર સિધ્ધપુર હંસાબા કોલેજ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજી મા પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવે છે. 

વર્ષ 2013 દરમિયાન તેમણે આજવા રોડ ખાતે આવેલી સૃષ્ટિ ડુપલેક્ષ નામની સાઇડ ઉપર 28.51 લાખમાં મકાન બુક કરાવ્યું હતું. ત્યારબાદ આ મકાનનું રજીસ્ટર બાનાખત કરી એચડીએફસી બેન્ક માંથી 18 લાખની લોન તેમજ રોકડા 8.20 લાખ તથા હપ્તાના 12 લાખ મળી કુલ 38.20 લાખ ચૂકવ્યા હતા. તેમ છતાં આ મકાનનું બાનાખત અન્ય વ્યક્તિ ઇશ્વરભાઇ બારીયાના નામે કરી રૂપિયા 14 લાખ માં વેચાણ દસ્તાવેજ કરી એસબીઆઈ બેંકની મંજુસર શાખામાંથી 34.90 લાખની લોન મંજૂર કરાવી મકાન બેંકમાં મોર્ગેજ મૂકી છેતરપિંડી આચરી હતી. 

ફરિયાદના આધારે બાપોદ પોલીસે ઇષ્ટદેવ પ્રોજેક્ટનું પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટરો મહેશ પટેલ (રહે - હરપ્રીત કોમ્પલેક્ષ, જેતલપુર ચાર રસ્તા ,વડોદરા), કલ્પેશ પટેલ, હિતેશ પટેલ, ઘનશ્યામ પટેલ (ત્રણેવ  રહે-  લુહાર ફળિયું  સ્યાજીપુરા, વડોદરા) વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:33 pm IST)