ગુજરાત
News of Wednesday, 13th January 2021

૧૯મીથી જીટીયુની ઓફલાઇન પરીક્ષા ૩૫૦ કેન્દ્રો ઉપર ૬પ હજાર છાત્રો કસોટી આપશે

ઓફલાઇન પરીક્ષાના જીટીયુના નિર્ણયને ગુજરાત હાઇકોર્ટની બહાલી

અમદાવાદ, તા., ૧૩: ગુજરાત ટેકનોલોજીકલ  યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ આપવામાં ન આવતા થયેલી રીટનો નિકાલ થઇ જતા હવે ૬૫ હજાર પરીક્ષાર્થીઓ ઓફલાઇન પરીક્ષા આપશે.

તા.૧૯ મીની બીઇ સેમેસ્ટ પ-૭ અને ૯ રેગ્યુલર તેમજ સેમેસ્ટર ૬-૮ અને ૧૦ રેમેડીયલની પરીક્ષા ઓફલાઇન લેવાશે તે નક્કી થયું છે. ગુજરાત રાજયના ૩૫૦ કેન્દ્રો ઉપર ૬પ હજાર પરીક્ષાર્થીઓ કસોટી આપશે. કેટલાક વિદ્યાર્થીઓએ ઓનલાઇન એકઝામની રાહમાં પરીક્ષા ફોર્મ ભર્યા ન હોય તેવા વિદ્યાર્થીઓ ઇચ્છે તો તેમના માટે ફોર્મ ભરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. જરૂર પડે તો પણ પરીક્ષાના આગળના દિવસે આ ફોર્મ ભરવાની વ્યવસ્થા કરવામાં આવશે.

ગુજરાત હાઇકોર્ટે ગુજરાત ટેકનોલોજીકલ  યુનિવર્સિટીના ઓફલાઇન પરીક્ષાના નિર્ણયને બહાલી આપી છે. જીટીયુની ઓનલાઇન પરીક્ષા સામે થયેલ રીટ ફગાવી છે.

(3:45 pm IST)