ગુજરાત
News of Wednesday, 13th January 2021

ડેડીયાપાડામાં વનવિભાગની ટિમો દ્વારા પતંગ બજારમાં ચાઈનીઝ બનાવટની વસ્તુઓના વેચાણ બાબતે ચેકિંગ કરાતા વેપારીઓમાં ફફડાટ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ઉત્તરાયણ ને હવે ગણતરીના દિવસો બાકી હોય સમગ્ર દેશ માં ચાઈનીઝ બનાવટની દોરી,તુક્કલ પર પ્રતિબંધ હોવા છતાં કેટલાક વેપારીઓ તેનું ખાનગીમાં વેચાણ કરતા હોય ત્યારે તંત્ર દ્વારા આ માટે ચેકીંગ હાથ ધરાય છે જેમાં આજરોજ ડેડીયાપાડાના બજારોમાં પણ વન વિભાગની ટીમે ચેકીંગ હાથ ધર્યું હતું.
  પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે હાલ ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે  ડેડીયાપડા વનવિભાગદ્વારા ચાઈનીઝ તુક્કલ, દોરીથી પક્ષીઓને થતા નુકસાનને લઈને ડેડીયાપાડામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સોરપાડા રેંજના આર.એફ.ઓ.જે.એ.ખોખર,સગાઈ રેંજ આર.એફ.ઓ ઉન્નતિબેન,પીપલોદ સગાઈ રેંજ આર.એફ.ઓ.એફ.યુ. રાઠોડ, ચાઈનીઝ તુક્કલ, દોરીથી પક્ષીઓને થતા નુકસાન ને લઈને ડેડીયાપાડામાં પતંગ ના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓ ને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.જોકે ચેકીંગ દરમિયાન વન વિભાગની ટિમને કોઈ પ્રતિબંધિત વસ્તુઓ નથી મળી પરંતુ આમ અચાનક ચર્કિંગ થી વેપારીઓ માં ફફડાટ જરૂર ફેલાયો હતો

(11:46 pm IST)