ગુજરાત
News of Wednesday, 13th January 2021

દેડીયાપાડામાં વિશાખાબા ફાઉન્ડેશન દ્વારા 62 મહિલાઓને સ્વનિર્ભર બનાવવાનો સેવા યજ્ઞ પૂર્ણ

દેડીયાપાડાની ૬૨ જેટલી જરૂરિયાતમંદ અને આર્થિક પછાત મહિલાઓને સીવણ, એમ્બ્રોઇડરી, બ્યુટીપાર્લર જેવી ગૃહ ઉપયોગી તાલીમ અપાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં કાર્યરત સેવાકીય સંસ્થા વિશાખાબા ફાઉન્ડેશન દ્વારા દેડીયાપાડાનાં  વિવિધ ગ્રામ્ય વિસ્તારોની જરૂરિયાત મંદ ૬૨ જેટલી મહિલાઓને તાલીમ આપીને સ્વનિર્ભર બનાવવાનો સેવાયજ્ઞ પૂર્ણ કર્યો છે
           વિશાખાબા ફાઉન્ડેશન અંતર્ગત દેડીયાપાડા ની ૬૨ જેટલી જરૂરિયાત મંદ અને આર્થિક રીતે પછાત મહિલાઓને સીવણ,એમ્બ્રોઇડરી, બ્યુટીપાર્લર જેવી ગૃહ ઉપયોગી તેમજ મહિલાઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે એ રીતે તાલીમ આપવામાં આવી હતી. ફાઉન્ડેશનના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન કિંજલબા ચૌહાણ દ્વારા ઘણા વર્ષોથી આ પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી છે. તેઓ દ્વારા ૬૨ જેટલી મહિલાઓને આ તાલીમ આપ્યા બાદ તાલીમ પૂર્ણ થયે તેઓને પ્રાથમિક તબક્કે વ્યવસાય શરૂ કરી શકે એ માટેની કીટ પણ આપવામાં આવી હતી.
           આ પ્રસંગે એ.પી.એમ.સી ચેરમેન જાતરભાઈ,વાઇસ ચેરમેન દેવજીભાઈ,સેક્રેટરી શકુંતલાબેન,ડે.સરપંચ પંકજ ભાઈ, વિશાલભાઈ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:42 pm IST)