ગુજરાત
News of Wednesday, 13th January 2021

રાજપીપળામાં સ્વામી વિવેકાનંદની 157 મી જન્મ જયંતિ નિમિત્તે યુવા મોરચા દ્વારા બાઈક રેલી યોજાઈ

કાળિયા ભૂત ખાતે સ્વામી વિવેકાનંદજી ની તસવીર ઉપર પુષ્પાંજલિ કરી રેલી શહેરના માર્ગો પર ફેરવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આજે સ્વામી વિવેકાનંદજીની 157 મી જન્મ જયંતિ નિમિત્તે નર્મદા જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા એક બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
      જેમાં જિલ્લા મહામંત્રી નિલ રાવ,જિલ્લા ઉપપ્રમુખ અનિરુદ્ધસિંહ ગોહિલ,શહેર પ્રમુખ રમણસિંહ રાઠોડ,શહેર મહામંત્રી અજિત પરીખ અને રાજુ પટેલ તેમજ યુવા મોરચાના કાર્યકર્તાઓ,મહિલા મોરચો પણ હાજર રહી રાજપીપળાના કાળીયાભૂત ખાતે સ્વામી વિવેકાનંદજીની તસવીર પર પુષ્પાંજલિ કરી મોટી સંખ્યામાં યુવાનો બાઈક રેલીમાં જોડાયા હતા  આ બાઈક રેલી શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી હરસિધ્ધિ માતાના મંદિરે તેનું સમાપન થયું હતું.આમ ભાજપ યુવા મોરચા દ્વારા યુવાનોના પ્રેરણા સ્ત્રોત એવા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિએ રાષ્ટ્રિય યુવા દિવસ નિમિતે બાઈક રેલીનું આયોજન કરાયું હતું

(11:39 pm IST)