ગુજરાત
News of Tuesday, 14th January 2020

અમદાવાદના રામોલમાં ગળામાં દોરી આવી જતા બે બાઈક સામસામા ટકરાયા : એક નું કરૂણમોત

મહેમદપુરા જવાના રોડ પર રામોલ ટોલ બૂથ નજીક અકસમાત

 

અમદાવાદના રામોલમાં દોરીએ એક વ્યક્તિનો જીવ લઈ લીધો છે. રસ્તામાં દોરી વચ્ચે આવી જતા બે બાઈકચાલકો સામસામે ટકરાયા હતા, જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું છે. ઘટના મહેમદપુરા જવાના રોડ પર રામોલ ટોલ બૂથ નજીક બની છે. જ્યાં બાઈકચાલકના મોત બાદ ટ્રાફિક પોલીસ અને રામોલ પોલીસ વચ્ચે કાર્યવાહીને લઈ વિવાદ સર્જાયો છે.

(10:01 pm IST)