ગુજરાત
News of Tuesday, 14th January 2020

આજના સુરતના હીરો છે હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા ASI કિરીટકુમાર હીરાલાલ પટણી(બકકલ નંબર 194)..

શિવમ નામના બાળકને ગળામાં દોરી આવી જતા પળભરનો વિલંબ કર્યા વગર પોતાની બાઈક અન્યને આપીને asi શિવમને ખોળામાં ઉંચકી સારવાર માટે લાવ્યા : શિવમને 22 ટાંકા આવ્યા

સુરતના પારલે પોઇન્ટ વિસ્તારમાં બાઇક પર જતી વખતે આગળ બેસેલા શિવમ નામના બાળકના ગળામાં દોરી આવી જતાં તે લોહીલુહાણ થઈ ગયો હતો..શિવમના પિતા ગભરાઈ ગયા હતા  

  ઉત્તરાયણ હોવાના લીધે રસ્તો સુમસામ હતો..શું કરવું તેની કોઈ સૂઝબૂઝ જ ન રહી..તે જ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા કિરીટભાઈએ એક સેકન્ડનો પણ વિચાર ન કર્યો..પોતાની બાઇક તેમણે અન્ય વાહનચાલકને ચલાવવા માટે સોંપી..અને શિવમને ખોળામાં ઊંચકીને તેઓ તાત્કાલિક સિવિલ સારવાર માટે લઈ આવ્યા..

  શિવમના ગળે 22 ટાંકા આવ્યા છે..હાલ તે સારવાર હેઠળ છે..પણ જો કિરીટભાઈ સૂઝબૂઝ ન બતાવી હોત તો પરિસ્થિતિ આના કરતાં પણ વધારે ખરાબ થઈ શકતે..શિવમને દવાખાને લાવવા દરમ્યાન તેમની ખાખી વર્દી પણ લોહીથી લથપથ થઈ ગઈ..પણ એક પોલીસજવાનની ફરજની સાથે તેઓને માનવતાની ફરજ સૌથી ઉપર લાગી..!!

તહેવારની રજાના દિવસે પણ પોલીસ જવાનો માત્ર તમારી સુરક્ષા માટે જ નહીં..માનવતાની રીતે પણ તમને મદદ કરવા તૈયાર હોય છે એ કિરીતભાઈએ સાબિત કરી બતાવ્યું..!! 

(7:51 pm IST)