ગુજરાત
News of Tuesday, 14th January 2020

સુરતના હજીરાપટ્ટીમાં ત્રણ ગામને જોડતી પાઇપલાઇનમાં ભંગાણ પડતા લોકોને પાણીની હાલાકી

સુરત: શહેરના હજીરાપટ્ટીના ત્રણ ગામો ભાઠા, ભાટપોર અને ઇચ્છાપોર ગામની 20,000 વસ્તીને પીવાનું પાણી પહોંચાડતી વરીયાવ જુથની પાણીની પાઇપ લાઇનમાં બે જગ્યાએ મોટુ ભંગાણ પડતા છેલ્લા ત્રણ દિવસથી ગ્રામજનો પીવાના પાણી માટે તરસી રહયાં છે. આવતીકાલે ઉતરાયણ હોવાથી ઝડપથી રીપેર થાય તેવી માંગ ઉઠી છે.

સુરત શહેરને અડીને આવેલા ત્રણ ગામો ભાઠા, ભાટપોર અને ઇચ્છાપોર ગામમાં પીવાના પાણી માટે વરીયાવ જુથ યોજનામાંથી ગામોને પાણી સપ્લાય થાય છે. ત્રણ ગામોની અંદાજે 20,000 જેટલી વસ્તી છે. ગામોમાં જે પાણી સપ્લાય થઇ રહયુ છે. તેની પાઇપલાઇનમાં ઇચ્છાપોર બસ સ્ટેન્ડ અને આર.જે.ડી ટેક્ષટાઇલની બાજુમાં મોટુ ભંગાણ પડયુ છે. જેના કારણે છેલ્લા ત્રણ દિવસથી ગામોમાં પીવાના પાણીની તકલીફો ઉભી થઇ છે.

(1:45 pm IST)