ગુજરાત
News of Tuesday, 14th January 2020

વડોદરાના અંકોડીયા નજીક સાસરિયાના મહેણાંથી કંટાળી પરિણીતાએ કેનાલમાં ઝંપલાવી મોતને વ્હાલું કરતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરના અંકોડિયા નજીક કેનાલમાંથી યુવતીનો મૃતદેહ મળી આવવાના કિસ્સામાં તેના ઉપર અત્યાચાર ગુજારનાર સાસુ અને પતિ સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઉંડેરાની પેટ્રોકેમિકલ ટાઉનશિપ ખાતે રહેતા અરવિંદભાઇ બારિયાએ પોલીસને કહ્યું હતું કે,મારી પુત્રી હિનાના લગ્ન ગઇ તા.--૨૦૧૯ ના રોજ હરિશ નટુભાઇ બારિયા (રહે.પ્રમુખધામ ટેનામેન્ટ, ગોત્રી) સાથે થયા હતા.

લગ્ન બાદ પતિ અને સાસુ જયા નટુભાઇ બારિયા વારંવાર હિનાને મહેણા મારતા હતા.તારા બાપે જાનમાં ચા-પાણીની વ્યવસ્થા કરી નહતી.તને કાંઇ શીખવ્યું નથી,રસોઇ બનાવતાં પણ આવડતું નથી..તેમ કહી હિના પર ત્રાસ ગુજારતા સાસુ અને પતિથી કંટાળીને ગઇ તા.૧૭-૧૦-૨૦૧૯ના રોજ બપોરના સમયે હિના ક્યાંક ચાલી ગઇ હતી.

(1:42 pm IST)