News of Sunday, 14th January 2018
અમદાવાદના નારોલમાં કલર બનાવતી કંપનીમાં આગ ભભૂકી
અમદાવાદઃ શહેરના નારોલ વિસ્તારમાં એક કલર બનાવતી કંપનીમાં આગ ભભૂકી ઉઠી છે જાણવા મળતી વિગતો મુજબ આજે રવિવારના રોજ સાંજે અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી કલર બનાવતી કંપનીમાં આગ લાગી હતી. આગ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેટની બે ટીમો ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ લેવાની કામગીરી હાથધરી હતી.
(9:37 pm IST)