News of Sunday, 14th January 2018
સુરતમાં ઇમારત નમી જતા અફડાતફડી
સુરત : સુરતમાં એક ઇમારત અચાનક નમી જતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ શહેરના બંદુગરા નાકા પાસે આવેલ એક બિલ્ડીંગ કોઇપણ કારણોસર નમવા લાગી હતી. જેથી બિલ્ડીંગમાં રહેતા લોકોને નીચે ઉતારી લઇને બહાર કાઢવામાં આવ્યા હતા.
આ ઘટનાથી લોકોના જીવ પડીકે બંધાયા હતા અને દોડધામ મચી ગઇ હતી. જા કે કોઇ જાનહાની ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનાના પગલે ફાયર બ્રિગેડ ટીમ અને મહાનગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને બચાવ કામગીરી કરતા જાનહાની થઇ ન હતી.
(5:07 pm IST)