ગુજરાત
News of Friday, 13th December 2019

શિયાળામાં આરોગ્યવર્ધક કચરિયું અને ચીકી પણ મોંઘા બન્યા

ગત વર્ષ કરતાં ભાવમાં ૨૦ ટકા જેટલો વધારો

અમદાવાદ તા.૧૩: ગત વર્ષની તુલનાએ ૨૦ ટકા મોંઘો થયો શિયાળામાં પૌષ્ટિક ગણાતો આહાર કચરિયું અને ચીકી આ વર્ષે તેમને પણ મોંઘવારી નડી છે. આ વર્ષે તેમને પણ મોંઘવારી નડી છે. આ વર્ષે ચીકી અને કચરિયાના ભાવમાં ૨૦નો વધારો થયો છે. ઠંડીની શરૂઆતની સાથે જ અત્યારે બજારમાં કચરિયાનું વેચાણ થવા લાગ્યું છે.

ગત વર્ષની સરખામણીએ ગોળ,તલ, અને સિંગના ભાવમાં પ્રતિ કિલો રૂપિયા ૧૦ થી ૫૦નો વધારો થતાં ગત વર્ષની સરખામણીએ સફેદ, કાળા તલનું કચરિયું અને ચીકીના ભાવમાં ૨૦ ટકાનો વધારો થયો છે. તેથી આ પૌષ્ટિક આહાર ખાવા માટે લોકોએ ખિસાનો ભાર હળવો કરવો પડશે. ગત વર્ષે તલની કિંમત રૂ.૯૦ થી ૧૦૦ હતી. જે વધીને આ વર્ષે રૂ.૧૫૦ થી ૧૭૦ થઇ છે ગોળના ભાવ પણ ૭૦ થી વધીને હવે ૧૦૦ થયા છે. સિંગદાણા જે ગત વર્ષે રૂ.૮૦ થી ૯૦ પ્રતિ કિલો હતા. તે આ વર્ષે રૂ.૧૦૦ થી ૧૨૦ના કિલોના ભાવે વેચાણ થઇ રહ્યા છે. કચરિયાનો ભાવ રૂ.૧૮૦ થી શરૂ કરીને રૂ.૩૨૦ સુધી છે. જયારે ચીકી રૂ.૧૮૦થી શરૂ કરીને રૂ.૮૦૦ સુધી વેચાણ થઇ રહી છે.

(3:26 pm IST)