ગુજરાત
News of Friday, 13th December 2019

ગુજરાત પોલીસ હૈં હમ: બાઝ કી નજર હૈ, શેર કે હૈં કદમ: ગુજરાત પોલીસનું એન્થમ સોન્ગ રીલિઝ

સિંગર-કમ્પોઝર શંકર મહાદેવને ગુજરાત પોલીસ માટે એન્થમ બનાવી સ્ટુડિયોમાં રેકોર્ડ કરી

મુંબઈ : બૉલીવુડના જાણીતા સિંગર-કમ્પોઝર શંકર મહાદેવને ગુજરાત પોલીસ માટે બનાવેલી ઉપરોક્ત ઍન્થમ માત્ર ૪૦ મિનિટમાં ગાઈને પોતાના સ્ટુડિયોમાં રેકૉર્ડ કરી છે. રાષ્ટ્રપતિના નિશાનથી સમ્માનિત થનારી ગુજરાત પોલીસ માટે નિશાન પ્રદાનનો કાર્યક્રમ અગામી ૧૫ ડિસેમ્બરે યોજાવાનો છે એમાં શંકર મહાદેવને ગાયેલી આ ઍન્થમને લૉન્ચ કરવામાં આવશે.

ઍન્થમ લખનારા પૈકીના એક પરેશ ઠક્કરે કહ્યું હતું કે '૧૦ દિવસમાં અમે આ ઍન્થમ બનાવી હતી. આ ઍન્થમ જાણીતા સંગીતકાર કલ્યાણજી-આણંદજી ફેમ આણંદજીના પુત્ર દીપક શાહે કમ્પોઝ કરી છે. આ ગીતમાં ગુજરાત પોલીસની ટૅગલાઇન પણ વણી લીધી છે.'

(12:14 pm IST)