ગુજરાત
News of Thursday, 13th December 2018

શનિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સરદાર સાહેબની વિરાટ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પશે :પ્રાર્થના સભામાં રહેશે ઉપસ્થિત

વેલી ઓફ ફ્લાવમાં વૃક્ષારોપણ કરશે :રેલવે સ્ટેશનનો શિલાન્યાસ કરશે અને જનસભાને સંબોધશે

નર્મદા :દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ 15મી ડિસેમ્બરને શનિવારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની એક દિવસીય મુલાકાતે આવશે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્ય તિથિ 15 ડિસેમ્બરે તેમને આદરાંજલી પાઠવવા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં વોલ ઓફ યુનિટી નજીક આયોજિત પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહેશે

 તેઓ 15 મી ડિસેમ્બરે સવારે 10.30 વાગ્યે કેવડિયા પહોંચશે અને વેલી ઓફ ફ્લાવર જઇ ને સરદાર સાહેની સ્મૃતિ માં વૃક્ષારોપણ કરશે

  રામનાથ કોવિન્દજી પ્રાર્થના સભા બાદ સરદાર સાહેબ ની વિશ્વની વિરાટતમ પ્રતિમાને  પુષ્પાંજલિ અર્પણ કરવાના છે તેઓ સરદાર સાહેબના જીવન કવનને પ્રસ્તુત કરતા મ્યુઝિયમ અને પ્રદર્શની નિહાળીને 182 મિટર ઊંચી પ્રતિમા ની 132 મીટર ઊંચાઈએ આવેલી વ્યૂઇંગ ગેલેરી પર જઇને સરદાર સરોવર બન્ધ સહિત કેવડિયાનો આહલાદક નજારો માણશે

  રાષ્ટ્રપતિ દેશભરના લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે રેલ્વે માર્ગે પણ આવી શકે તે હેતુસર ગુજરાત સરકાર અને પશ્ચિમ રેલવે  દ્વારા કેવડિયામાં અંદાજે 20 કરોડના ખર્ચેં નિર્માણ થનારા અત્યાધુનિક  રેલવે સ્ટેશનનો શિલાન્યાસ પણ શનિવારે 15 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યે  કરશે અને જન સભા ને સંબોધન કરશે

રાજ્યપાલ ઓ પી કોહલી મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી તેમજ કેન્દ્રીય રેલ મંત્રી પીયૂષ ગોયલ  આ વેળા એ રાષ્ટ્રપતિશ્રી સાથે જોડાવાના છે

 રાષ્ટ્રપતિશ્રી  શનિવારે બપોરે 2.30 કલાકે કેવડીયાથી વડોદરા પહોંચીને વાયુ દળ ના ખાસ વિમાન મારફતે નવી દિલ્હી જવા રવાના થશે

(9:19 pm IST)