News of Thursday, 13th December 2018
દમણમાં 2 વર્ષ અગાઉ વેપારી ઉપર ફાયરિંગ કરનાર વોન્ટેડ આરોપી વસીમ કાજી ઝડપાયો
વલસાડ ;આજથી બે વર્ષ અગાઉ દમણના વેપારી ઉપર થયેલ ફાયરિંગ પ્રકરણમાં વલસાડના વસીમ કાજીની એલસીબીએ ધરપકડ કરી હતી. જેમાં પોલીસે આરોપી વસીમ કાઝીને કોર્ટમાં રજૂ કર્યો હતો.
વલસાડના ડુંગરી નજીક આવેલ સુગર એન્ડ સ્પાઇસ ખાતે 1 માર્ચ 2015ના રોજ દમણના વેપારી સલીમ મેમણ પર જમીન પચાવી પાડવાને લઈને 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ દ્વારા આરોપી તરીકે વસીમ કાઝીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં ગતરોજ પોલીસને બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી આરોપી વાસીમ કાઝીને ઝડપી પાડ્યો હતો. જે બાદ આરોપીને વલસાડ કોર્ટ માં રજૂ કરવામાં આવ્યો હતો
(9:48 pm IST)