ગુજરાત
News of Saturday, 13th November 2021

ગુજરાત ડ્રગ્સ માફિયાઓ માટે અભિયારણ્ય બન્યું તથા ખોટા કૃત્ય કરનારાઓને રાજકીય રક્ષણ દિપકભાઈ બાબરીયા

મુન્દ્રા પોર્ટ ઉપરથી 21 હજાર કરોડનો નશીલા પદાર્થ ઝડપાયો પહેલા 2 કંસાઈનમેટ નિકલીગયા કોંગ્રેસ ના પૂર્વ મુખ્યમંત્રી દીપકભાઈનો પ્રહાર

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા પાંચ મહિનામાં પકડાયેલા કરોડો રૂપિયાના નશીલા પદાર્થો અંગે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં પૂર્વ મહામંત્રીશ્રી દિપક બાબરીયાએ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કેભાજપ સરકારની મીઠી નજર નીચે ગુજરાત ડ્ગ માફિયાઓ માટે “અભિયારણ્ય” બન્યું છે. ભાજપ પક્ષ અસામાજિકસ્થાપિત હિતો તેમજ તેમના ખોટા કૃત્ય કરનારા લોકોને રાજકીય રક્ષણ મળી રહ્યું છે. મુન્દ્રા પોર્ટ પરથી સપ્ટેમ્બરમાં રૂ. ૨૧૦૦૦ કરોડનો નશીલા પદાર્થોનો જથ્થો પકડાયો તે પહેલા બે કન્સાઈનમેન્ટ ક્લિયર થયા હોવાનું જાણવા મળી રહ્યું હોવા છતાં એન.આઈ.એ. ને તપાસ સોંપ્યા પછી આજ સુધી એક પણ મોટા ગુનેગાર પકડાયા નથી તે ભાજપના મોટા માથાઓની સંડોવણી હોવાની શંકા ઉત્પન્ન કરે છે. 

ગુજરાતના ૧૬૦૦ કિ.મી.ના દરિયાકાંઠાની સુરક્ષા માટે ભાજપ સરકારની કોન્ટ્રાક્ટ પ્રથા એ “બુદ્ધિ દેવાળિયા” જેવી નીતિ છે. રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ ઈડી / સીબીઆઈ / એનઆઈએ / એનસીબી (નાર્કોટિક કંટ્રોલ બ્યુરો) નો રાજકીય વિરોધીઓ સામે ઉપયોગ કરવાને બદલે તસ્કરો અને ડ્રગ્સ માફીયાઓ વિરૃધ્ધ કર્યો હોત તો આજે ગુજરાત અસામાજીક પ્રવૃત્તિઓનું અભ્યારણ્ય ન બન્યું હોત. ગુજરાતના દરિયાકાંઠાની સુરક્ષા માટે જવાબદાર એવી મરીન પોલીસમાં કોન્ટ્રાક્ટ પર ૩૦ બોટો માટે ૬૭ પોલીસ કર્મચારીઓનો સ્ટાફ અને ૧૨ મરીન પોલીસ સ્ટેશન માટેનો સ્ટાફ કોન્ટ્રાક્ટ પર છે જે ગુજરાતના સુરક્ષા અંગે ખુબ ગંભીર ચિંતાનો વિષય છે. ભાજપ સરકાર આક્ષેપોનો માત્ર પ્રતિભાવ કે રદિયો આપવાની જગ્યાએ હાઈકોર્ટના ન્યાયધીશની હેઠળ નિષ્પક્ષ તપાસ કરાવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

(7:58 pm IST)