અમદાવાદ: રાજસ્થાનના બાડમેર નજીક બે અજાણ્યા શખ્સો 27 લાખના દાગીનાની લૂંટ ચલાવનાર વિરુદ્ધ ગુનો દાખલ
અમદાવાદ : રાજસ્થાનના બાડમેર ખાતે સોના-ચાંદીનો વ્યવસાય કરતા સોનીને ત્યાં નોકરી કરતો યુવક ગુરૂવારે સવારે અમદાવાદ માણેક ચોક અને દરિયાપુર ખાતેથી રૂપિયા 27 લાખની કિંમતના સોના-ચાંદીના બિસ્કીટ લેવા માટે આવ્યો હતો. બાદમાં ેરાજસ્થાન જવા માટે સુભાષબ્રીજ ખાતે પહોંચ્યો ત્યારે બે અજાણ્યા શખ્સો તેને આંતરીને તમામ મુદ્દામાલની લૂંટ કરીને નાસી ગયા હોવાની ફરિયાદ રાણીપ પોલીસ મથકે નોંધવામાં આવી છે.
રાજસ્થાન બાડમેરમાં રહેતા ધર્મપાલ સોની જ્વલર્સ તરીકે વ્યવસાય કરે છે. આ સાથે તે બુલિયન વ્યવસાયને લગતુ પણ કામકાજ કરે છે. જેથી નિયમિત રીતે અમદાવાદથી સોના-ચાંદીના બિસ્કીટ લાવવા માટે તેમજ અન્ય કામકાજ માટે તેમણે બાડમેરમાં રહેતા પવન શર્મા નામના યુવકને છેલ્લાં સાત મહિનાથી નોકરીમાં રાખ્યો હતો. બુધવારે તમને બુલિયનના કારોબાર માટે સોનાના બિસ્કીટની જરૂર પડતા તેમણે અમદાવાદ સી.જી રોડ ખાતે આવેલા સુપર મોલમાં કરૂણા બુલિયનના નામે વેપાર કરતા સતીષભાઇ શાહને તેમણે આરટીજીએસથી 100-100 ગ્રામના સોનાના પાંચ બિસ્કીટ માટે નાણાં ચુકવી આપ્યા હતા.