ગુજરાત
News of Saturday, 13th November 2021

સુરત:તરુણીને લગ્નની લાલચ આપી ભગાડી લઈ જઈ બળાત્કાર ગુજારનાર આરોપીને અદાલતે 10 વર્ષની સજાની સુનવણી કરી

સુરત:આઠ વર્ષ પહેલાં કતારગામ વિસ્તારની તરૃણીને લગ્નની લાલચ આપીને વાલીપણાના કબજામાંથી ભગાડી જઈ બળાત્કાર ગુજારનાર આરોપી યુવકને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ પી.એસ.કાલાએ દોષી ઠેરવી 10 વર્ષની સખ્તકેદરૃ.7 હજાર દંડ તથા દંડ ન ભરે તો વધુ ત્રણ માસની કેદની સજા ફટકારી છે.જ્યારે ભોગ બનનાર તરૃણીને વીકટીમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ 1 લાખ વળતર પેટે ચૂકવવા કોર્ટે નિર્દેશ આપ્યો છે.

કતારગામ પોલીસ મથકના હદ વિસ્તારમાં રહેતી 17 વર્ષ પાંચ માસની વય ધરાવતી તરૃણીની ફરિયાદી વિધવા માતાએ તા.12-4-13ના રોજ પોતાની સગીર પુત્રીને ભગાડી જઇ શરીર સબંધ બાંધી બળાત્કાર ગુજારવા બદલ આરોપી યુવક આરોપી યુવક શશી ઉર્ફે શશીકાંત સુરેશ વસાવા (રે. નવી કોલેજ,બોમ્બે કોલોની રાંદેર) વિરુધ્ધ પોક્સો એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી શશી વસાવાની ધરપકડ કરી હતી.

આજરોજ આ કેસની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવતાં કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા સરકારપક્ષે એપીપી કિશોર રેવાલીયાની રજુઆતોને માન્ય રાખી આરોપી યુવાનને તમામ ગુનામાં દોષી ઠેરવ્યો હતો. આરોપી શશી વસાવાનો ગુનાઈત ઈતિહાસ ન હોઈ સજામાં રહેમની બચાવપક્ષની માંગને કોર્ટે નકારી કાઢી હતી. કોર્ટે જણાવ્યું હતું કેભોગ બનનાર સગીર હોવા છતાં આરોપીએ લગ્નની લાલચ આપીને ભગાડી ગયા બાદ તેની ઈચ્છા વિરુધ્ધ બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો છે. આરોપીના ગુનાઈત કૃત્યના કારણે ભોગ બનનાર તરૃણીને શારીરિક તથા માનસિક સ્થિતિ પર વિપરિત અસર પડી છે. જેથી કોર્ટે ભોગ બનનારને વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૃ.1 લાખ વળતર ચુકવવા જિલ્લા કાનુની સેવા સત્તામંડળને ભલામણ કરી છે.

(5:03 pm IST)