ગુજરાત
News of Wednesday, 13th November 2019

રાજ્યમાં 18 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની પુન: ખરીદી શરુ થશે

અમદાવાદ : રાજ્યના ૪ લાખથી વધુ ખેડૂતોને.૭૦૦ કરોડની કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાય આપવામાં આવશે આ ઉપરાંત પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનામાં વિમો લેનાર ખેડૂતોને પાક વિમા યોજનાની ગાઇડલાઇન મુજબનો લાભ અલગથી મળશે. રાજ્યમાં થયેલ માવઠાને લીધે મગફળીની ટેકાના ભાવે ખરીદી મુલતવી રખાઇ હતી તે આગામી ૧૮ મી નવેમ્બર થી પુન: ખરીદી શરૂ કરાશે.

                રાજ્યમાં સારા ચોમાસાને કારણે ખરીફ ઋતુમાં ૮૬.૭૭ લાખ હેક્ટર વિસ્તારમાં કપાસ, મગફળી, ડાંગર, કઠોળ પાકો દિવેલા તલ વિગેરે પાકોનું સારા પ્રમાણમાં વાવેતર થયુ છે કપાસનું ૯૦ લાખથી વધુ ગાંસડી મગફળીઓ અંદાજે ૨૫ લાખ મેટ્રીક ટન થી વધુ, ડાંગરનું ૨૦ લાખ મેટ્રીક ટનથી વધુ અને દિવેલાનું ૧૪ લાખ થી વધુ મેટ્રીક ટન ઉત્પાદન અંદાજવામાં આવ્યુ છે.

(7:06 pm IST)