ગુજરાત
News of Wednesday, 13th November 2019

આણંદ નજીક સામરખામાં અગમ્ય કારણોસર પત્નીને ગળે ટૂંપો દઈ મોતનેઘાટ ઉતારનાર પતિની આણંદ રૂરલ પોલીસે ધરપકડ આચરી

આણંદ: નજીક આવેલા સામરખા ગામે પત્નીને ગળે ટુંપો દઈને હત્યા કરનાર પતિની આજે આણંદ રૂરલ પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગત ૯મી તારીખના રોજ સામરખા મીલ્લતનગર ખાતે રહેતી શરીફાબેન ગફુરભાઈ વ્હોરા (. . ૪૨)મરણ ગયેલી હાલતમાં મળી આવતા અંગે આણંદ રૂરલ પોલીસે પ્રથમ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવતા ગળે ટુંપો આપીને હત્યા કરાઈ હોવાનું ખુલતાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને આજે ગફુરભાઈ દાઉદભાઈ વ્હોરાની ધરપકડ કરી હતી.

(5:44 pm IST)