ગુજરાત
News of Wednesday, 13th November 2019

ખેડા જિલ્લાના કઠલાલ તેમજ રાસ્કામાં સામાન્ય વાતને લઈને થયેલ ઝઘડામાં બને પક્ષો સામસામે આવ્યા: હુમલો કરતા બે ઈજાગ્રસ્ત: પોલીસ ફરિયાદ દાખલ

ખેડા: જિલ્લામાં કઠલાલ તેમજ રાસ્કા ગામમાં સામાન્ય પ્રશ્ને બનેલા મારામારીના બનાવોમાં કુલ બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ફરિયાદ લઈ કુલ સાત વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંગે મળતી માહિતી મુજબ કઠલાલમાં આવેલ ચૌહાણપુરા વિસ્તારમાં રહેતાં પ્રતાપભાઈ ફતાભાઈ સોઢાપરમાર ગત મોડી સાંજે પોતાના ઘરે હતાં. તે વખતે તેમના પાડોશમાં રહેતાં દશરથભાઈ કાળાભાઈ સોઢા પરમાર એકાએક આવી તમે કાન્તીભાઈ મગનભાઈ સોઢા પરમારના ઘરે બેસવા જઈ ચઢામણી કરો છો તેવા આક્ષેપ કરી ગમેતેમ ગાળો બોલી પ્રતાપભાઈ સાથે ઝઘડો કર્યો હતો. તે વખતે તેમના ઘરમાં મહિલાઓ હાજર હોઈ પ્રતાપભાઈએ અપશબ્દો બોલવાની ના પાડી હતી. જેથી ઉશ્કેરાયેલા દશરથભાઈએ હાથમાનો લાકડાનો ડંડો પ્રતાપભાઈના મારી ઈજા પહોંચાડી હતી. ઝઘડાની જાણ થતાં દશરથભાઈના ભાઈઓ શનાભાઈ અને મનુભાઈ ત્યાં આવી ગયાં હતાં. અને ત્રણેય ભાઈઓએ ભેગા મળી પ્રતાપભાઈને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.

(5:44 pm IST)