ગુજરાત
News of Wednesday, 13th November 2019

સુરતમાં કવિકર પરથી સેકેન્ડ હેન્ડ કાર ખરીદવી અલથાણાના ડોક્ટરને ભારે પડી: ભેજાબાજે 1.18 લાખ રૂપિયાની છેતરપિંડી આચરતા પોલીસ ફરિયાદ

સુરત,: શહેરમાં ક્વિકર નામની વેબસાઇટ પરથી રૃા. 1.28 લાખમાં સેકન્ડ હેન્ડ કાર ખરીદવા જનાર

અલથાણના ડોકટર પાસેથી ભેજાબાજોએ આર્મીમેન હોવાની ઓળખ આપી અલગ-અલગ ચાર્જીસના નામે ટુકડે-ટુકડે કુલ રૃા. 1.18 લાખ પડાવી લઇ વિશ્વાસઘાત કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે.

અલથાણ ન્યુ સીટીલાઇટ રોડ સ્થિત સારથી કોમ્પ્લેક્ષમાં રહેતા અને ઓમ મલ્ટીસ્પેશીયાલીસ્ટ નામે ડેન્ટલ કિલનીક ચલાવતા ડો. કિરણ વિષ્ણુ પટેલ ગત ઓગષ્ટ મહિનામાં કવીકર નામની વેબસાઇટ પરથી એક કાર નંબર જેએચ-૫ બીએક્સ-9186 ખરીદવા માટે કાર વેચવા માટે મુકનારનો મોબાઇલ નંબર 7734876956 પર સંર્પક કર્યો હતો. કાર વેચનારે પોતાનું નામ આનંદકુમાર સાથે વાતચીત કરી રૃા. 1.18 લાખમાં કારનો સોદો કરવામાં આવ્યો હતો.

(5:41 pm IST)