ગુજરાત
News of Wednesday, 13th November 2019

સુરતના કતારગામમાં મુસાફરના હાથમાંથી મોબાઈલ આંચકીને ભાગી રહેલ સ્નેચરની બાઈક સ્લીપ થતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત: રીક્ષા ચાલકની મદદથી સ્નેચરોનો પકડવામાં આવ્યા

સુરત:કતારગામ ગોટાલાવાડી નજીક વિનસ હોસ્પિટલ સામે રીક્ષામાં સવાર મુસાફરના હાથમાંથી મોબાઇલ આંચકીને ભાગી રહેલા સ્નેચરોની મોટરસાઇકલ સ્લીપ થઇ જતા ઇજાગ્રસ્ત થયેલા બંન્ને સ્નેચરોને રીક્ષા ચાલકની મદદથી પકડીને લેવાયા હતા.

મોટા વરાછા-ઉત્રાણ રોડ સ્થિત સિલ્વર એમ્પાયરમાં નીરજા લીક પ્ફ એન્ડ કન્સલટન્ટ પ્રા. લિ. નામે ભાગીદારીમાં ધંધો કરતા નિરજ કિરીટ પોશીયા (રહે. અંબિકા નગર-2 મકનજી પાર્ક પાસે, કતારગામ) ગત રોજ કામ અર્થે અમદાવાદ ગયો હતો. જયાંથી ટ્રેનમાં રાત્રે બાર વાગ્યાના સુરત આવ્યો હતો અને સુરત રેલવે સ્ટેશનથી ઓટો રીક્ષામાં ઘરે જઇ રહ્યો હતો. ત્યારે કતારગામ ગોટાલાવાડી સ્થિત વિનસ હોસ્પિટલ સામેથી ઓટો રીક્ષા પસાર થઇ રહી હતી તે દરમ્યાન રીક્ષા ચાલકની બાજુમાં બેસીને ફોન પર વાત કરી રહેલા નિરજના હાથમાંથી મોટરસાઇકલ સવાર સ્નેચરો મોબાઇલ કિંમત રૃા. ૫હજારની મત્તાનો આંચકીને ભાગી ગયા હતા.

(5:40 pm IST)