ગુજરાત
News of Wednesday, 13th November 2019

અમદાવાદ: ફેકટરીના માલિકે કમિશ્નર કચેરીની પાછળ જુગારનો અડ્ડો શરૂ કરતા પોલીસ ત્રાટકી: 84 લાખના મુદામાલ સાથે 9ની ધરપકડ

અમદાવાદ:શહેર પોલીસ કમિશનર .કે.સિંઘની બદલી થયા બાદ જુગારીઓ અને બુટલેગરો બેફામ બન્યા છે. દાણીલીમડામાં ફેકટરીના માલિકની ઓફિસમાં જુગાર રમતા આરોપીઓ ૮૩.૯૭ લાખના મુદ્દામાલ સાથે પકડાયા હતા. જ્યારે માધુપુરામાં પોલીસ કમિશનર કચેરી પાછળ જુગાર રમતા ૧૦ આરોપીઓ ઝડપાયા હતા. ઉપરાંત અમરાઈવાડીમાં પણ આઠ જુગારીઓને પોલીસે લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા

દાણીલીમડામાં કોઝી હોટેલ પાછળ દર્શન ઈન્ટેક્ષ નામની ઓફિસમાં બહારથી વેપારીઓને બોલાવીને જુગાર રમાડવામાં આવતો હોવાની માહિતી દાણીલીમડા પોલીસને મળી હતી. જેને આધારે પોલીસે ૧૧ નવેમ્બરના રોજ રાત્રે ઓફિસ પર દરોડો પાડીને ઓફિસના માલિક સહિત જણાને જુગાર રમતા ઝડપી લીધા હતા. જેમાં પાલડીમાં બેન્ક ઓફ બરોડા સોસાયટીમાં રહેતા અને ઓફિસના માલિક પરાગ એસ.અમીન, વટવાના કિશોર આર.ખિચડ, ઈસનપુરના હરજીવન સી.પટેલ, સાહીબાગના જીગ્નેશ એન.શાહ, મણીનગરના સંજય સી.પટેલ, જીતેન્દ્ર જી.પટેલ, દિલીપ એમ.સુરાનાપુર્વીન આર.ઠક્કર તથા સેટેલાઈટના અમીત આર.તાપડીયાનો સમાવેશ થાય છે.

(5:37 pm IST)