ગુજરાત
News of Wednesday, 13th November 2019

અમદાવાદ : એકાઉન્ટન્ટનું કારમાં અપહરણ કરીને ધમકી આપનાર હોમગાર્ડ કમાન્ડડન્ટ અંતે બરતરફ

કારણદર્શક નોટિસનો કોઈ જવાબ નહિ આપતા આખરે બ્રિજરાજસિંહ ગોહિલને સસ્પેન્ડ કરી દેવાયા

અમદાવાદના નવરંગપુરામાં આવેલી કંપનીમાં ફરજ બજાવતા એકાઉન્ટન્ટનું કારમાં અપહરણ કરીને ધમકી આપનારા હોમગાર્ડના ભુતપૂર્વ સીનીયર કમાન્ડન્ટ બ્રિજરાજસિંહ ગોહિલેને હોમગાર્ડ્ઝના કમાન્ડન્ટ જનરલે બરતરફ કરી દીધા છે. એકાઉન્ટન્ટના શેઠ સાથે ગોહિલને નાણાં લેવાના હતા પરંતું તેમણે એકાઉન્ટન્ટનું જ અપહરણ કરીને બનાવ અંગે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

   આ બનાવની વિગત મુજબ શાહઅલામમાં રહેતા જીતેન્દ્રભાઈ પટેલ નવરંગપુરામાં વ્હાઈટ હાઉસ સામે સરવૈયા હાઉસમાં અશ્વિનસિંહ હરેન્દ્રસિંહ સરવૈયાની ઓફિસમા એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. ગુજરાત હોમગાર્ડના પુર્વ બ્રિજરાજસિંહ ગોહિલે તેમને ફોન કરીને તારા શેઠ અશ્વિનસિંહ હાજર છે ? એમ પુછ્યું હતું. જીતેન્દ્રભાઈ હાજર નથી અને ક્યારે આવશે તેની ખબર નથી, કહેતા ગોહિલે ચુપચાપ કારમાં બેસી જવા કહેતા ગભરાયેલા જીતેન્દ્રભાઈ કારની પાછલી સીટમાં ગોઠવાઈ ગયા હતા.

અહીંથી ગોહિલે કાર સાણંદ હાઈવે તરફ લીધી હતી અને જીતેન્દ્રભાઈને કહ્યું હતું કે તારી સાથે મારે કોઈ દુશ્મની નથી મારે તારા શેઠ અશ્વિનસિંહ સરવૈયા પાસેથી હિસાબના નાણાં લેવાના નીકળે છે કહીને રિવોલ્વર ડેશ બોર્ડ પર મુકીને ધમકી આપી હતી.

   આ અંગે જીતેન્દ્રસિંહે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગોહિલ વિરૂધ્ધ અપહરણની ફરિયાદ નોંદાવી હતી. આ સંદર્ભે ગોહિલને કારણદર્શક નોટીસ આપીને જવાબ આપવા જણાવાયું હતું. જોકે તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો. અગાઉ પણ ગોહિલે પોતાના હોદ્દાનો દુરૂપયોગ કરીને સોસાયટીઓના રહીશોને ધમકાવ્યા હતા. આમ હોમગાર્ડ્ઝની પ્રતિષ્ઠાને નકશાન થાય તેવું વર્તન કરનારા ગોહિલને હોમગાર્ડઝના કમાન્ડન્ટ જનરલ ટી.એસ.બિષ્ટે બરતરફ કર્યો હતો.

(1:59 pm IST)