ગુજરાત
News of Wednesday, 13th November 2019

શામળાજી પાસેથી સસ્પેન્ડેડ કોન્સ્ટેબલના ઘરમાંથી 2.46 લાખનો વિદેશી દારૂ જપ્ત

સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો : 1123 બોટલ,ઇકો કાર સહિતનો મુદામાલ જપ્ત કરાયો

અરવલ્લી: શામળાજી પાસેના પહાડીયા અને કડવથ ગામમાંથી સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ પ્રભુ સોમાભાઇ ડોડિયા પાસેથી રૂપિયા 2.46 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, ગામના મકાન, દુકાન સહિતની જુદી જુદી જગ્યાઓએથી સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દારૂ અને બિયરની 1123 બોટલો જપ્ત કરી છે, દરોડા દરમિયાન પોલીસે ઇકો કાર, 6 મોબાઇલ અને 4600 રૂપિયાની રોકડ પણ જપ્ત કરી છે, અને ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે.
પ્રભુ સોમાભાઇ અમદાવાદ પોલીસમાંથી સસ્પેન્ડ કરાયેલો કોન્સ્ટેબલ છે, તે છેલ્લા કેટલાક સમયથી દારૂના ધંધામાં લાગી ગયો છે, જો કે દરોડા દરમિયાન તે ફરાર થઇ ગયો હતો, પોલીસ પ્રભુ સોમા ડોડિયા સહિત ચાર આરોપીઓને શોધી રહી છે.

નોંધનિય છે કે રાજસ્થાનમાંથી મોડાસા, શામળાજી અને અમદાવાદ સહિતના શહેરોમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઠલવાઇ રહ્યો છે.પોલીસની નાકાબંધી અને ચેકિંગ હોવા છંતા બુટલેગરો રાજ્યમાં દારૂ લાવી રહ્યાં છે

(1:40 pm IST)