ગુજરાત
News of Wednesday, 13th November 2019

લોંગ ટર્મ ઈકિવટી ફંડમાં ટેકસ લાભ સાથે મજબૂત વળતર

(કેતનખત્રી) અમદાવાદ : મ્યુચ્યુઅલ ફંડ વેરા રાહતની સાથે લાંબાગાળે વળતર અનેક ગણુ કરી આપે તેવુ સાધન છે અને લાંબાગાળાના રોકાણકારોએ આ સાધનને પોર્ટફોલીયોમાં ઉમેરવુ જોઈએ. આઈસીઆઈસીઆઈ પ્રુડન્શિયલ મ્યુચ્યુઅલ ફંડની લોંગ ટર્મ ઈકિવટી ફંડમાં આ બંને લાભ જોવાયો છે અને તેમાં ૨૦ વર્ષના ગાળામાં ૩૬ ગણુ વળતર જોવાયુ છે. એટલે કે એક લાખનું રીટર્ન ૩૬ લાખનું થયુ છે. અર્થ લાભ ડોટ કોમના અભ્યાસ અનુસાર ઉદ્યોગમાં મ્યુચ્યુઅલ ફંડ ઈકિવટી લીન્ક ટેકસ સેવીંગ (ઈએલએસએસ) યોજના અનેક ફંડો ઓફર કરે છે.

જેમાં આઈપ્રુની લોંગ ટર્મ સૌથી સફળ અને વધુ વળતર આપારી રહ્યુ છે. વર્ષ ૧૯૯૯માં યોજના લોન્ચ થઈ હતી. તેમાં ગત વર્ષે ૨૦ વર્ષ પૂરા થયા અને ચક્રવૃદ્ધિ દરે ૧૯.૬ ટકાનું વળતર નોંધાયુ હતું. અભ્યાસ અનુસાર ફંડમાં ૨૦ વર્ષમાં ૩૬ ગણું વળતર જોવાયુ છે. જેની સામે બેન્ચમાર્ક નિફટી ૫૦૦ ઈન્ડેકસમાં એક લાખ સામે ૧૩ લાખ થાય છે એટલે કે બેન્ચમાર્ક કરતા લગભગ બે ગણુ વળતર મળ્યુ છે. જો એસઆઈપીથી માસિક ૧૦,૦૦૦નું રોકાણ કરવામાં આવ્યુ હોય તો તે વર્તમાન તબક્કે ૨.૧૩ કરોડ થાય જયારે કે રોકાણનું મૂલ્ય ૨૪.૨૦ લાખ બને છે.

(12:59 pm IST)