વડોદરા: જુદા જુદા 3 અકસ્માતના બનાવમાં ત્રણ લોકોના મોત: એક સારવાર હેઠળ
વડોદરા નજીક દેણા ગામ ખાતે રહેતો તુષાર વિજયભાઇ ચૌહાણ (ઉ.૨૦) તેના માસા રમણભાઇ સોમાભાઇ વાઘેલા સાથે પાદરા નજીક આવેલા લતીપુરા ગામે માસાની સાસરીમાં ગયો હતો અને ત્યાંથી આજે સવારે માસા,ભાણેજ તથાં રાહુલ જશભાઇ પરમાર નામનો યુવક સ્કોર્પિયો કારમાં દેણા તરફ આવી રહ્યા હતા કાર રમણભાઇ વાઘેલા ચલાવી રહ્યા હતા. આ દરમિયાન સવારે ૧૦.૩૦ વાગ્યાના અરસામાં તેઓ ગોકુળપુરા અને સિંધરોટ વચ્ચે પસાર થઇ રહ્યા હતા ત્યારે રસ્તા પર અચાનક કુતરૃ આવી જતા કુતરાને બચાવવામાં રમણભાઇએ કાર પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર પલટી મારી ગઇ હતી. આ અકસ્માતમાં તુષારનું મોત થયુ હતું જ્યારે રાહુલને ઇજાઓ થઇ છે. રમણભાઇ વાઘેલાનો બચાવ થયો હતો.
જ્યારે બીજા બનાવમાં ડભોઇ તાલુકાના છત્રાલ ખાતે રહેતા જગદિશચંદ્ર હરિભાઇ જોષી (ઉ.૫૫) રવિવારની રાત્રે ૧૦.૩૦ વાગ્યે વેગા રોડ પરથી સાયકલ લઇને જઇ રહ્યા હતા ત્યારે તેમને કોઇ અજાણ્યા વાહને અડફેટમાં લીધા હતા આ અકસ્માતમાં જગદિશચંદ્રનું મોત થયુ હતું.