ગુજરાત
News of Wednesday, 13th October 2021

વર્ગ ૧-૨ ની ૧૮૩ જગ્યાઓ માટે ૧.૬૦ લાખથી વધુ ઉમેદવારો

જી.પી.એસ.સી. દ્વારા અરજીઓ મંગાવવામાં આવીઃ અરજી કરવાની મુદત પુરીઃ ડીસેમ્બરમાં પરીક્ષા

રાજકોટ, તા. ૧૩ :. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સરકારી કચેરીઓમાં વર્ગ ૧ અને ૨ની ૧૮૩ જગ્યાઓ માટે સ્નાતક કે તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલ. જેમાં ગઈકાલે સાંજ સુધીમાં ૧.૬૦ લાખ જેટલા ઉમેદવારોએ અરજી કર્યાનું જાણવા મળે છે. આજે બપોરે અરજી કરવાની મુદત પુરી થઈ ગઈ છે. ગઈકાલથી આજે બપોર સુધીમાં વધુ કેટલીક ઓનલાઈન અરજીઓ આવી છે. કુલ અરજીઓનો સત્તાવાર આંક હવે પછી સ્પષ્ટ થશે. સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રીલી. પરીક્ષા સંભવત ૧૯ ડીસેમ્બરે યોજાશે. તેનુ પરિણામ જાન્યુઆરી ૨૦૨૨માં જાહેર થઈ શકે છે.

નાયબ કલેકટર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, નાયબ પોલીસ અધિક્ષક, નાયબ રજીસ્ટ્રાર, સહાયક રાજ્ય વેરા કમિશનર, નાયબ નિયામક વગેરે પદ માટે ૭૩ જગ્યાઓ છે. મામલતદાર, ટી.ડી.ઓ., સમાજ કલ્યાણ અધિકારી, રાજ્ય વેરા અધિકારી, શ્રમ અધિકારી વગેરે પદ માટે ૧૧૦ જગ્યાઓ છે. કુલ ૧૮૩ જગ્યાઓ માટે ૧.૬૦ લાખથી વધુ યુવક-યુવતીઓએ ઉમેદવારી કરી છે. સરકારી નિયમ મુજબ અનામતનું ધોરણ રહેશે.

(4:10 pm IST)