ગુજરાત
News of Sunday, 13th October 2019

અમદાવાદના કૃષ્ણનગરમાં દીવાલમાં ચોરખાનું બનાવી છુપાવેલો દારૂનો જથ્થો જપ્ત : બુટલેગરની ધરપકડ

અમદાવાદના કૃષ્ણનગરમાં બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી ફિલ્મી સ્ટાઇલથી દીવાલમાં છુપાવેલો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. દીવાલમાં ચોરખાનું બનાવીને દારુને છૂપાવવામાં આવ્યો હતો. અમદાવાદમાં પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી અને તેમાં આ દારુ વિચિત્ર રીતે છૂપાવેલો મળી આવ્યો હતો.

(12:00 am IST)