ગુજરાત
News of Sunday, 13th October 2019

ખેરાલુના સતલાસણા તાલુકા કોંગ્રેસમાં ગાબડું : કોંગ્રેસના સાત નેતાઓએ ભાજપનો ખેસ પહેર્યો

ખેરાલુના સતલાસણા તાલુકા કોંગ્રેસમાં ગાબડું પડ્યુ છે. કોંગ્રેસના 7 સભ્યો ભાજપમાં જોડાયા છે. કોઠાસના જિલ્લા પંચાયત સીટના વિરેન્દ્રસિંહ ભાજપમાં જોડાયા છે. કોઠાસના અને નાના કોઠાસના ગામના સરપંચ પણ ભાજપમાં જોડાયા છે. પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના હસ્તે તમામ લોકોએ ખેસ ધારણ કર્યો હતો.

(11:45 pm IST)