ગુજરાત
News of Sunday, 13th October 2019

બિનસચિવાલય કલાર્કની પરીક્ષા રદ્દ કરવા મુદ્દે કોંગ્રેસ રાજ્યભરમાં કરશે વિરોધ પ્રદર્શન

તમામ જિલ્લા સમિતિઓને મુખ્ય મથકે વિરોધ પ્રદર્શન કરવાનો આદેશ

 

અમદાવાદ : બિનસચિવાલય કલાર્કની પરીક્ષા રદ્દ કરવા મુદ્દે કોંગ્રેસ રાજ્યભરમાં કરશે વિરોધ પ્રદર્શન કરવાનો તખ્તો ઘડી કાઢયો છે. જે માટે તમામ જિલ્લા સમિતિઓને મુખ્ય મથકે વિરોધ પ્રદર્શન કરવાનો આદેશ કરાયો છે. જેમાં આગામી 15મી ઓક્ટોબરના રોજ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

બિન સચિવાલય પરીક્ષા રદ્દ થવા મામલે વિપક્ષનેતા પરેશ ધાનાણીએ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. જેમાં તેમણે જણાવ્યું કે ભાજપ સરકાર ભરતી મેળાને આવકનું સાધન બનાવી દીધું છે. સરકારે ઉમેદવારો સાથે વિશ્વાસઘાત કર્યો છે.

બિન સચિવાલય કલાર્કની ભરતીમાં 12 પાસ લાયક નહીં ગણાય અને સ્નાતક લાયક ગણાશે તેવા નિર્ણયને લઇને હાલમાં લેવાનારી પરીક્ષાને રદ કરાઇ છે. ત્યારે નિર્ણયનો વિરોધ પણ થઇ રહ્યો છે તમામની વચ્ચે સરકારના નિર્ણયને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ લોકહિતનો નિર્ણય ગણાવીને સરકારના નિર્ણયના વખાણ કર્યા હતા.

(10:55 pm IST)