આસરમાં-ઉમેટા નજીક જીપની હડફેટે યુપીના આધેડનું કમકમાટી ભર્યું મોત
આસરમા: આસરમા-ઉમેટા રોડ ઉપર ગઈકાલે સાંજના સુમારે ચાલતા જતા મુળ યુપીના આધેડને રીક્ષાએ પાછળથી ટક્કર મારતાં તેમનું સારવાર દરમ્યાન હોસ્પિટલમાં મોત થયું હતુ. આ અંગે આંકલાવ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મુળ યુપીના પરંતુ હાલમાં આસરમા ગામે રહેતા અને માછીમારી કરીને જીવન ગુજરાન ચલાવતા કપિલ સહાની (ઉ. વ. ૫૫)ગઈકાલે સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે આસરમા-ઉમેટા રોડ પરથી ચાલતા જતા હતા ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી ચઢેલી એક રીક્ષાએ ટક્કર મારતાં તેમને માથામાં તથા શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ થવા પામી હતી જેથી તેમને તુરંત જ સારવાર માટે ૧૦૮ મોબાઈલ વાન દ્વારા વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન મોત થયું હતુ.