News of Monday, 13th September 2021
કાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક: પાલિકાના ચૂંટણીના ઉમેદવારો થશે નક્કી
અમદાવાદ : રાજ્યમાં નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર ભાઈ પટેલે સત્તા આવતીકાલે 14 સપ્ટેમ્બરે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. સાંજે 4 કલાકે મુખ્યમંત્રી નિવાસસ્થાને મળનારી આ બેઠકમાં 2 નગરપાલિકા ચૂંટણીના ઉમેદવારો નક્કી કરવામાં આવશે. ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક મળશે. નવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આ પહેલી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક છે.
(10:25 pm IST)