ગુજરાત
News of Monday, 13th September 2021

ચિપ્સ કુરિયર અને કાર્ગો હવે ફૂડ સેગમેન્ટના વ્યવસાયમાં ઝંપલાવશે

અમદાવાદ, તા. ૧૧ : આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક કુરિયર્સના ક્ષેત્રમાં જાણીતી કંપની ચિપ્સ ઇન્ટરનેશનલ કુરિયર અને કાર્ગોનું ટોપ મેનેજમેન્ટે પરંપરાગત, ભારતીય રેડી ટુ ઇટ ફૂડના ક્ષેત્રમાં ઝંપલાવાનું જાહેરાત કર્યું. વૈશ્વિક સ્તરે સંપૂર્ણ લોજિસ્ટિક અને કુરિયર સેવાઓ પ્રદાન કરવાની દ્રષ્ટિ સાથે કાર્યરત આ કંપનીએ માર્કેટિંગ અને સેલ્સના ક્ષેત્રમાં જેમેક સર્વિસીસ સાથે સંપૂર્ણ સહયોગ અને એના માર્ગદર્શન હેઠણ વ્યૂહાત્મક રીતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારોમાં કાર્ય કરવાનું પણ નિર્ણય લીધો.

જેમેક સર્વિસીસ દ્વારા  અમદાવાદ મીડિયા માટે આયોજિત પત્રકાર પરિષદ અને પ્લાન્ટ ટૂર વિઝિટ કાર્યક્રમમાં ચિપ્સ એકસપ્રેસ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેકટર અને ટીવીપી ફૂડ લિમિટેડના સહ-સ્થાપક વિમલ પટેલ., ટીવીપી ફૂડ લિમિટેડના ડિરેકટર  તુષાર પટેલ અને જેમેક સર્વિસીસ ઈન્ડિયા (પી) લિમિટેડ સ્થાપક અને સીઈઓ  શ્રી જન્મય.એ.ચોકશી હાજર રહ્યા હતા.

કાર્યક્રમમાં એમના દ્વારા ખાદ્યપ્રેમીઓ માટે નવીન પેકેજિંગ તેમજ આધુનિક પ્રોસેસિંગ ટેકનોલોજી સાથે પરંપરાગત ભારતીય ખાદ્ય ઉત્પાદનોની વિશાળ શ્રેણીની નવીનતમ ઓફર બ્રાન્ડ હંગ્રીલ ની લોન્ચિંગ કરવામાં આવી હતી.  લોન્ચ ઇવેન્ટના પ્રસંગે મીડિયા મિત્રોને સંબોધતા શ્રી જન્મય.એ.ચોકશીએ જણાવ્યું કે, બ્રાન્ડ હંગ્રીલ કેટલાક મોમાં પાણી લાવનારા પરંપરાગત ફૂડ કોમ્બોઝ સાથે તૈયાર છે જે તમામ ભારતીય ગ્રાહકોના સ્વાદની કળીઓને મંત્રમુગ્ધ કરશે. હંગ્રીલ દ્વારા રજૂ કરાયેલ નવીન પેકેજીંગનો આપણા દેશમાં પહેલા ક્યારેય ઉપયોગ થયો નથી. આથી, પરંપરાગત વાનગીઓ પર ટેકનોલોજીનો આધુનિક સ્પર્શ એ જ હંગ્રીલની વિશેષતા છે.(તસ્વીર : અહેવાલ : કેતન ખત્રી, અમદાવાદ)

(3:52 pm IST)