News of Friday, 13th September 2019
ઉપરવાસમાં ભારે વરસાદથી પાનમ ડેમમાં પાણીની જોરદાર આવક : ડેમના 5 દરવાજા છ ફૂટ ખોલાયા
પંચમહાલ સહિત દાહોદ જિલ્લામાં પણ મોડી રાતથી સતત વરસાદ
પંચમહાલ : ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે પંચમહાલના શહેરાના પાનમ ડેમમાં નવા નીરની આવક થઈ છે. અને ડેમના પાંચ દરવાજા છ ફૂટ ખોલીને 72 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. પાનમ ડેમની ભયજનક સપાટી 127.41 મીટર છે. અને હાલ જળ સપાટી 127.35 મીટરે પહોંચી છે.
ડેમાં 66 હજાર ક્યુસેક પાણીની આવક છે. અને ડેમમાંથી 72 હજાર ક્યુસેક પાણીની જાવક છે. ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. પંચમહાલ સહિત દાહોદ જિલ્લામાં પણ મોડી રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેથી ડેમમાં પાણીની આવક નોંધાઇ.છે
(1:34 pm IST)