ગુજરાત
News of Thursday, 13th September 2018

સાબરકાંઠા એલસીબીનો સપાટો:ત્રણ જિલ્લામાં ચેન સ્નેચિંગ કરનારા ત્રણ આરોપીને ઝડપ્યા :13 ગુન્હાઓનો ભેદ ઉકેલ્યો

સોનાની 8 ચેન અને એક મંગલસૂત્ર કબજે:અન્ય શખ્સ ઝડપવાની તજવીજ

 

સાબરકાંઠા એલસીબીએ ત્રણ જિલ્લામાં ચેન સ્નેચિંગ કરનારા ત્રણ ચેન સ્નેચર્સને ઝડપીને 13 જેટલા ગુન્હાઓનો ભેદ ઉકલયો છે એલસીબીએ સોનાની 8 ચેન અને એક મંગલસૂત્ર કબજે લઈને અન્ય શખ્સ  ઝડપવાની તજવીજ હાથ ધરી છે.

  સાબરકાંઠા, મહેસાણા, અને  ગાંધીનગર જિલ્લામાં મહિલાઓના ગળામાંથી દોરા તોડતી ગેંગના ત્રણ આરોપીઓ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે અનેક જગ્યાએ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી હતી.તે દરમિયાન એક ફૂટેજમાં સફેદ રંગનું એક FZ  બાઈક શંકાસ્પદ જણાઈ આવ્યું હતું અને મોટાભાગના કિસ્સામાં આવાજ બાઈકની સંડોવણી બહાર આવી હતી. ત્યારે પોલીસને એક કિશોરનો ચહેરો સ્પષ્ટ જોવા મળતા પોલીસે તપાસના ચક્કો ગતિમાન કર્યા અને પ્રાંતિજના અમીનપુર ગામના ઈસમો જોડે આવી બાઈક હોવાની તેથા તેમની ગતિવિધીઓ શંકાસ્પદ હોવાની માહિતી મળતા પોલીસે વોચ ગોઠવી તે દરમિયાન હિંમતનગરના મોતીપુરા પાસેથી આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી.

  પ્રાંતિજ તાલુકાના અમિનપુરાની ચેન સ્નેચર્સ ગેંગના આરોપીઓ ચેન સ્નેચીંગની તમામ ઘટનાઓને સાંજે સાતથી રાત્રે દસ વાગ્યા દરમિયાન અંજામ આપતા હોવાની ઓપરેન્ડી જોવા મળી છે. તો તેમણે કબૂલાત કરી કે 13 ગુન્હાઓ પૈકી 8 કિસ્સાઓમાં બાળ કિશોરે ચાલુ બાઈકે દોરા ખેંચ્યા છે રીતે અંધારાના સમયમાં રસ્તામાં જતી મહિલાઓના ગળામાંથી સોનાના દોરા તથા મંગલસુત્રની ચોરી કરી ફુરપાટ સ્પીડે આરોપીઓ રફૂચક્કર થઈ જતા હતા

--- 

(11:01 pm IST)