ગુજરાત
News of Thursday, 13th September 2018

વિદેશમાં ભારતીયોની વસતી વચ્ચે રેડી ટુ કુક ફુડની માંગ

કરામત બ્રાન્ડની વિદેશમાં પણ બોલબાલાઃ ફુડ સોલ્યુશનની સો ટકા નેચરલ અને કોઇપણ પ્રિઝર્વેટીવ કે કૃત્રિમ કલર વિના તૈયાર થતી રેડી ટુ કુક ફુડની માંગણી

અમદાવાદ, તા.૧૩: વિદેશમાં વધતી જતી ભારતીયોની વસતીને લઇ ફુડ પ્રોડક્ટસ, આઇટમો ખાસ કરીને રેડી ટુ કુક પ્રોડકટ્સની ડિમાન્ડ પણ એટલી હદે જ વધી છે. જેને પગલે વિદેશમાં આ પ્રકારની પ્રોડકટ્સની નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે. લોકો હવે કલાકો સુધી કુકીંગને બદલે ગણતરીની મિનિટોમાં સુપ, ગ્રેવીથી માંડી ડેઝર્ટ સુધીની તમામ રેડી ટુ કુક ફુડ આઇટમો તરફ વળ્યા છે. કોઇપણ પ્રકારના પ્રિઝર્વેટીવ કે આર્ટિફિશીયલ કલરનો ઉપયોગ વિના માત્ર કુદરતી તત્વોના ઉપયોગથી દેશની જાણીતી અને વિશ્વભરમાં અમદાવાદની આગવી ઓળખ પ્રસ્થાપિત કરનારી ફુડ સોલ્યુશન ઇન્ડિયા લિ.ની રેડી ટુ કુકની ૩૦થી વધુ પ્રોડકટ્સની અમેરિકા, લંડન, દુબઇ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ સહિતના દેશોમાં નિકાસ વધી છે અને જે ચાર કરોડથી પણ વધુને આંબી ગઇ છે. એથિક્સ ફર્સ્ટ અને કવોલિટી મસ્ટના સિધ્ધાંત પર કામ કરતી કરામત બ્રાન્ડ નેમ ધરાવતી ફુડ સોલ્યુશન ઇન્ડિયા લિમિટેડ દ્વારા ગુણવત્તાયુકત, સ્વાદ અને સ્વાસ્થ્યની જાળવણી સાથે બિલકુલ આરોગ્યપ્રદ ફુડ પ્રોડકટ્સ ઉપલબ્ધ કરાવવાની મોનોપોલીને લઇ આજે તેની પ્રોડકટ્સ વિશ્વભરમાં જાણીતી અને ડિમાન્ડેબલ બની રહી છે એમ અત્રે ફુડ સોલ્યુશન ઇન્ડિયા લિ.ના ચેરમેન મહેશ પઢીયાર, એમડી મુકેશ પઢિયાર અને સલાહકાર ભાવેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હોટલ, રેસ્ટોરન્ટ અને કેટરીંગ સેકટરમાં ભારતની ટોચની ગણાતી ફુડ સોલ્યુશન ઇન્ડિયા લિ.એ યુએસએફડીએ ઓડિટ કોઇપણ પ્રકારના ઓર્બ્ઝર્વેશન વિના પાર પાડયું છે, જે નોંધનીય છે.  કોઇપણ પ્રકારના પ્રિઝર્વેટીવ કે આર્ટિફિશીયલ કલરનો ઉપયોગ વિના માત્ર કુદરતી તત્વોના ઉપયોગથી રેડી ટુ કુકની ૩૦થી વધુ પ્રોડકટ્સ તૈયાર કરવામાં અમે નાગરિકોના સ્વાદ અને પસંદની સાથે સાથે તેમના આરોગ્ય અને સ્વાસ્થ્યપ્રદ બાબતને પણ એટલી જ પ્રાધાન્યતા આપીએ છીએ અને તેથી અમે પ્રોડકટ્સની ગુણવત્તામાં કોઇપણ પ્રકારની બાંધછોડ કરતા નથી. સ્વાદ અને સ્વાસ્થ્યની જાળવણીની અનોખી પરંપરાને અમારી બ્રાન્ડ નેમ કરામત દ્વારા સાર્થક કરવામાં આવી છે કે જેની મદદથી કલાકોનું કુકીંગ કાર્ય હવે ફકત મિનિટોમાં જ શકય બને છે. અમારા માટે લોકોનો વિશ્વાસ અને સંતોષ બહુ મોટો છે. અમારા ઉત્પાદનોમાં સંપૂર્ણપણે કુદરતી તત્વોનો જ ઉપયોગ કરાતો હોવાથી તે બારથી પંદર મહિના સુધી સાચવી શકાય છે. આ પ્રક્રિયાને લઇ અમે વિશ્વભરની પ્રિઝર્વેટીવની આવશ્યકતાની થિયરીને ખોટી પાડી છે. ફુડ સોલ્યુશન ઇન્ડિયા લિ.ના ચેરમેન મહેશ પઢીયાર અને એમડી મુકેશ પઢિયારે વધુમાં ઉમેર્યું હતું કે, અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, દુબઇ સહિતના દેશોમાં ભારતીયો વધતી જતી વસતીને લઇ હવે રેડી ટુ કુક પ્રોડકટ્સની ડિમાન્ડ પણ એટલી વધી છે અને તેને લઇ કંપનીએ તેની આ પ્રોડ્કટ્સની નિકાસ વધારવાની દિશામાં અસરકારક યોજના બનાવી છે. હાલ કંપનીનું ટર્નઓવર રૃ.૩૫ કરોડ છે, જે વર્ષ ૨૦૨૦ સુધીમાં રૃ.૧૦૦ કરોડનું કરવાનું પણ લક્ષ્યાંક છે. ગુજરાત ઉપરાંત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના ૧૨થી વધુ રાજયોમાં તેમના રેડી ટુ કુક ઉત્પાદનોની માંગ નોંધનીય રીતે વધી છે.

(10:24 pm IST)