ગુજરાત
News of Thursday, 13th September 2018

અમદાવાદમાં એનિમલ હોસ્ટેલ બનાવાશે ;હાઇકોર્ટના કડક વલણ બાદ તંત્ર જાગ્યું

તમામ પશુપાલકોએ પોતાના ઢોરની કોર્પોરેશનમા નોંધણી કરાવવી ફરજીયાત કરાઇ

અમદાવાદ: શહેરના માર્ગો પર રખડતા ઢોર અંગે હાઈકોર્ટે તંત્રનો ઉધડો લીધા બાદ હવે તંત્ર જાગ્યું છે. શહેરનાં તમામ પશુપાલકોએ પોતાના ઢોરની કોર્પોરેશનમા નોંધણી કરાવવી ફરજીયાત કરાઇ છે. સિવિક સેન્ટરમાથી ફોર્મ લઈ જરૂરી ફી ભરીને દરેક ઢોરનું ટેગીંગ કરી તેનો તમામ ડેટા કોર્પોરેશન પાસે રહેશે. ઢોરને કોઈપણ ગંભીર રોગ થાયતો તેની માહીતી પણ પશુપાલન ખાતામાં આપવાની રહેશે.

  એએમસી ધ્વારા માલધારી સમાજ સાથે મિટિંગ કરી એનીમલ હોસ્ટેલ બનાવાશે તથા ઢોરનું રસીકરણ,હોસ્ટેલની વ્યવસ્થા કરવા સાથે ઢોરની સંખ્યા વગેરેની સંપૂર્ણ માહિતી રખાશે. સાથે સાથે શહેરને ઢોરની સમસ્યાથી મુક્ત કરવાની પ્રક્રિયા હાથ ધરાશે.

(9:55 pm IST)