ગુજરાત
News of Thursday, 13th September 2018

કલોલના વેપારી સાથે અઢી લાખની છેતરપિંડી આચરનાર બે શખ્સ વૃદ્ધ ગુનો દાખલ

કલોલ:ના ધંધાર્થી પાસેથી ૨.૫૦ લાખ લઇ ઓર્ડર બુક કરી મશીનરી નહી આપતા સીસ્ટેમેટીક એન્જીનીયરીંગના બે શખ્સો સામે કલોલ તાલુકા પોલીસ મથકમાં છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયો છે.

કલોલના પંચવટી વિસ્તારમાં રહેતા સંદીપભાઇ દીલીપભાઇ  પટેલ વાઇન્ડીંગ વાયર એન્ડ સ્ટ્રીબનો વેપાર કરે છે. ધંધા માટે મશીનરીની જરૂર હોવાથી તેમણે ઇન્ટરનેટ પર સર્ચ કરતા સીસ્ટમેટીક એન્જીનીયરીંગ કંપનીના મેહુલ પ્રવિણચંદ્ર પરીખ (રહે.બી/૧ રેવતી ટાવર, સેટેલાઇટ અમદાવાદ) અને વિપીન ગુપ્તા (રહે.એફ/૪૦૬ પંચરત્ન એસ્ટેટ, રીંગ રોડ, હાથીજણ)નો સંપર્ક થયો હતો. ચર્ચા બાદ મશીનરી લેવાનું નક્કી કરી સંદીપ પટેલે બંને શખ્સોને એક લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો અને ત્યારબાદ પણ ૧.૫૦ લાખ રૂપિયા આપ્યા હતા.

(6:07 pm IST)