ગુજરાત
News of Thursday, 13th September 2018

સુરતમાં સાથીને છોડાવવા માટે પિસ્તોલની અણીએ જવેલરને લૂંટી ગઠિયો રફુચક્કર

સુરત:પરવતગામ શ્યામ રો હાઉસ સ્થિત મધુર ગોલ્ડમાં પાંચ માસ અગાઉ ભરબપોરે પિસ્તોલની અણીએ જવેલરને બંધક બનાવી રૃ. ૧.૪૯ લાખની મત્તાની લૂંટ સંદર્ભે ક્રાઈમ બ્રાંચે મુખ્ય સૂત્રધારને ડીંડોલીમાંથી ઝડપી લીધો છે.

ક્રાઈમ બ્રાંચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત ૯ એપ્રિલની બપોરે પરવત ગામ શ્યામ રો હાઉસમાં આવેલા મધુર ગોલ્ડમાં ત્રાટકેલા ત્રણ લૂંટારૃ જવેલર રમેશભાઈ મોટારામ ચૌધરી (રહે. ૨૦૧, ઓમ મા કૃપા, ઠાકોરનગર, પરવતગામ, સુરત) ને પિસ્તોલ બતાવી બંધક બનાવી સોના-ચાંદના દાગીના, ઈમીટેશન જવેલરી મળી કુલ રૃ. ૧,૪૯,૫૦૦ ની મત્તા લૂંટી સફેદ રંગની વર્ના કારમાં ભાગી છૂટયા હતા. વર્ના કાર થોડા દિવસો અગાઉ ગોડાદરામાંથી ચોરાઈ હતી. લૂંટ બાદ કાર પલસાણા બ્રીજ પાસે બિનવારસી મળી હતી.

(6:06 pm IST)